Friday, May 9, 2025

રણછોડગઢ ગામે રોડ પર લઘુશંકા બાબતે આધેડ પર હુમલો

Advertisement
Advertisement
Advertisement

હળવદ તાલુકાના રણછોડગઢ ગામે ઘરની બહાર રોડ ઉપર પેસાબ કરતા હોય જે ધ્યાનમાં રાખી ચાર શખ્સોએ આધેડને માર માર્યો હોવાની હળવદ પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતા રમેશભાઇ ધનુભાઈ દલસાણીયા. એ આરોપી અજીતભાઈ પ્રેમજીભાઈ વાવેચા, પ્રેમજીભાઈ મુળજીભાઈ વાવેચા, ભાવુભાઈ મુળજીભાઈ કોળી (રહે. બધા રણછોડગઢ ગામ. તા. હળવદ) વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૦ના રોજ રાત્રીના સાડા આઠ વાગ્યાના અરસામાં ફરીયાદી રમેશભાઈ સાહેદ દિનેશભાઈ ધનુભાઈના ઘરની બહાર રોડ ઉપર પેસાબ કરતા હોય જેથી આરોપી અજીતભાઈએ ફરીયાદીને જેમફાવે તેમ ગાળો બોલી તેમજ આરોપી પ્રેમજીભાઈ અને ભાવુભાઇએ ફરીયાદ ને ઢીકાપાટુનો માર મારી પકડી રાખી તેમજ આરોપી અજીતભાઈ ફરીયાદી ને તેના હાથમાંની લોખંડના પાઈપ થી એક ઘા મારી ઈજા પહોંચાડી આરોપી અજીતભાઈએ ફરીયાદીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામાં ભંગ હેઠળ ગૂન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,820

TRENDING NOW