વાંકાનેર-મોરબી હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર-મોરબી હાઇવે રોડ પર આવેલા લગધીરપુર જવાના રસ્તાની નજીક કાલે સાંજના પાંચ સાડા પાંચ વાગ્યાના સુમરે ટ્રેક નં-GJ-12-BV-4890ના ચાલકે પોતાની ટ્રકને ગફલતભરી રીતે ચલાવીને નિતીનભાઇ વરજાંગભાઇ ડાંગર (ઉ.વ.૨૬)ની સ્વિફટ કાર નંબર GJ-03-C-9644ના ડ્રાયવર સાઇડના પાછળના દરવાજાની સાથે ભટકાડતા અકસ્માત થયો હતો. આ બનાવ અંગે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાતા પોલીસ દ્વારા આરોપી ટ્રકચાલકને પકડી પાડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.