(અહેવાલ: ભવિષ જોષી હળવદ)
હળવદ: ભારત દેશ આઝાદ થયા ને 75 વર્ષ પૂર્ણ થતાં આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી અંતર્ગત રાષ્ટ્રના વિકાસને વધુ પ્રગતિશીલ બનાવવા, ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને સાકાર કરવા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા શરૂ કરાયેલ યુવા સંકલ્પ યાત્રા સંદર્ભે આજરોજ હળવદ યુવા ભાજપ દ્વારા હળવદ ખાતે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ માં હળવદ ના રાષ્ટ્રપ્રેમી યુવાનો જોડાયા હતા અને ભારત દેશ ને વિશ્વગુરુ બનાવવા માટે સંકલ્પ કર્યો હતો.
ત્યારે આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ કેતનભાઈ દવે, તાલુકા ભાજપ પ્રમુખ વાસુદેવભાઈ સીણોજીયા, વલ્લભભાઈ પટેલ, તપનભાઈ દવે, સંદીપભાઈ પટેલ, કમલેશભાઈ ધારીયા પરમાર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા રવિભાઈ પટેલ, હિતેશભાઈ લોરીયા, મેહુલભાઈ પટેલ, અશોકભાઈ પ્રજાપતિ, રમેશભાઈ સોરીયા, મૌલેશ મહેતા સહિત યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.
