મોરબીમાં લીલાપર રોડ પર હોથીપીરની દરગાહ નજીકથી છરી સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં લીલાપર રોડ પર આવેલ હોથીપીરની દરગાહ નજીક આરોપી નવસાદભાઈ હુશેનભાઈ વઘાડીયા (ઉ.વ.૨૩ રહે. મકરાણીવાસ મોરબી) શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે તલાશી લેતા તેમની પાસેથી છરી મળી આવતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડેલ છે. આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામાં ભંગ હેઠળ ગૂન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.