ટંકારા તાલુકાના હડમતીયા ગામે તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઇસમોનેં પોલીસે પકડી પાડેલ છે. જ્યારે અન્ય બે શખ્સો નાશી છુટતા ટંકારા પોલીસે તેને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના હડમતીયા ગામે કેનાલ નજીક તીનપત્તીનો જુગાર રમતા આરોપી વીમલભાઈ કરમશીભાઈ ખાખરીયા, રતિલાલ જેરાજભાઈ સીણોજીયા, અરવિંદભાઈ જાદવજીભાઈ સીણોજીયો (રહે. હડમતીયા ગામ. ટંકારા) નેં પોલીસે પકડી પાડેલ છે. જ્યારે અન્ય બે શખ્સ દિલીપભાઇ મહાદેવભાઈ કામરીયા, દર્શનભાઈ હરકાંતભાઈ વામજા (રહે બંને હડમતીયા ગામે) સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ પાસેથી કુલ રોકડ રકમ રૂ. ૨૩૯૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.