
મોરબી: પવિત્ર શ્રાવણમાસ દરમિયાન સમગ્ર વિશ્વના વિવિધ શિવમંદીરોમાં દેવાધિદેવ મહાદેવની આરાધના થઈ રહી છે. ત્યારે શ્રાવણ માસના સોમવારનો મહીમા અનેરો હોય છે. શ્રાવણ માસના સોમવાર દરમિયાન વિવિધ શિવમંદીરોમા ભક્તજનો માટે સવિશેષ આયોજન થતા હોય છે.
ત્યારે આગામી સોમવાર તા. ૧૬-૮-૨૦૨૧ ના રોજ મોરબી જલારામ મંદિર- જલિયાણેશ્વર મહાદેવ ખાતે બર્ફીલા બાબા અમરનાથ (બરફના શિવલીંગ)ના દર્શનનું ભક્તજનો માટે આયોજન કરવા મા આવે છે. દર્શન સાંજના ૫ થી ૯ કલાક દરમિયાન ખુલ્લા રહેશે. મોરબીની ધર્મપ્રેમી જનતાને શિવ લીંગના દર્શન તેમજ શિવજીની આરાધના માટે પધારવા ભાવભર્યુ નિમંત્રણ છે. તેમ સંસ્થાના અગ્રણી ભાવીનભાઈ ઘેલાણી, હીતેશભાઈ જાની, અનિલભાઈ સોમૈયાએ યાદીમાં જણાવ્યુ છે.
