
વાંકાનેર તાલુકાના હસનપર ગામે તીનપત્તીનો જુગાર રમતા ૪ પત્તા પ્રેમીઓનેં વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડેલ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન ગઈકાલે હસનપર ગામે શેરીમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં દેવજીભાઈ ભીખાભાઈ રાઠોડ, નયનેશભાઈ હરજીવનભાઈ મોરી, નીતીનભાઇ નથુભાઈ પીપરીયા અને દિલીપભાઈ માનસીંગભાઈ પીપરીયા (રહે બધા હસનપર. વાંકાનેર) એમ કુલ ૪ ઈસમોને રોકડા રૂ.૪૦૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ચારેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
