Monday, May 5, 2025

હળવદ સરા ચોકડી પાસે આવેલ શ્રીજી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ થઈ બંધ

Advertisement
Advertisement
Advertisement

(અહેવાલ: ભવિષ જોષી – હળવદ)

હળવદ સરા ચોકડી પાસે આવેલ શ્રીજી મલ્ટીસ્પેશ્યાલીટી શરૂ થતાં જ વિવાદમાં આવી હતી. આ હોસ્પિટલ પાસે કોઈ પ્રકારની નગરપાલિકાની પરમિશન નથી નથી બાંધકામ મંજૂરી, નથી ફાયર એનોસી, નથી બી યું પરમિશન છતાં પણ સંચાલકોને કોનો પાવર છે ! આ વિવાદિત હોસ્પિટલ શરૂ થતાંની સાથે જ વિવાદોમાં ઘેરાયેલી છે.

હળવદ પાલિકાએ વારમવાર શ્રીજી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલને નોટિસ આપી પરંતુ ત્યાંના સંચાલકો દ્વારા કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી. હળવદ નગરપાલિકાએ આ અગાઉ પણ મંજૂરીના કાગળો માંગ્યા હતા. પરંતુ હોસ્પિટલ પાસે કોઈ જ પ્રકારની મંજુરી ન હોવાથી આખરે હોસ્પિટલને તાળું મારવુ પડ્યું હતું. વિવાદિત હોસ્પિટલને બચાવવા અનેક રાજકીય આકાઓની મદદ માંગવામાં આવી પરંતુ કોઈએ સાથ ન આપતા આખરે નગરપાલિકા હોસ્પિટલને શીલ કરે તે પહેલા હોસ્પિટલના સંચાલકો દ્વારા જ હોસ્પિટલને તાળા મારવામાં આવ્યા હોવાનુ જણાયું છે.

Related Articles

Total Website visit

1,502,764

TRENDING NOW