
મોરબીમાં નવલખી ફાટક નજીક સેન્ટ મેરી સ્કૂલ સામે ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતાં ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં નવલખી ફાટક નજીક સેન્ટ મેરી સ્કૂલ સામે આરોપી રવીભાઈ નરભેરામભાઈ બોપલીયા (રહે. રણછોડનગર, મોરબી) પોતાના હિરો સ્પેલન્ડર રજી નં- GJ-36-Q-8160( કિં.રૂ. ૧૦,૦૦૦) વાળા મોટરસાયકલમાં ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૧ ( કિં.રૂ. ૩૫૦) રાખી હેરાફેરી કરતા કુલ રૂ. ૧૦,૩૫૦ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડેલ છે. આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગૂન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
