મોરબી: વીસીપરા વિસ્તારમાં આવેલ રમેશ કોટનમીલની ચાલીમાં તીનપત્તીનો જુગાર રમતા ૮ પતાપ્રેમીઓને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ રમેશ કોટનમીલની ચાલીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી મુમતાજબેન ઇરફનાભાઈ સુમરા (રહે મીલનીચાલી વીસીપરા),મયુરભાઈ ગીરધરભાઇ જંજવાડીયા (રહે. ગામ અમરેલી મેઇનશેરી તા.જી.મોરબી), મુસ્તાકભાઇ હુસેનભાઇ સુમરા (રહે.વીસીપરા મીલનીચાલી) સોહલભાઈ રસુલભાઇ સુમરા (રહે વીસીપરા ચારગોદામ પાછાળ), મનીષભાઈ ચંદુભાઇ સાતલીયા (રહે રમેશ કોટનમીલની ચાલી વીસીપરા ),કાસમભાઇ હુસેનભાઇ સુમરા (રહે.મીલનીચાલી વીસીપરા ),શબીરભાઈ સલીમભાઇ દર,(મીલનીચાલીમા ઈટનાભક્ષમા વીસીપરા) રજીયાબેન કાસમભાઇ સુમરા (રહે.મીલનીચાલી વીસીપરા) નેં રોકડ રકમ રૂ. ૩૩,૩૦૦ નાં મુદામાલ સાથે પોલીસે ઝડપી પાડેલ છે. આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.