Tuesday, May 6, 2025

હળવદ નજીક માઈનોર કેનાલમાં ગેરકાયદેસર જોડાણ કરનાર બે ખેડૂતો સામે ફરીયાદ નોંધાઈ

Advertisement
Advertisement
Advertisement

હળવદ નજીક માઈનોર કેનાલમાં ગેરકાયદેસર ભંગાણ કરી પોતાના ખેતર સુધી પાણી પોહચાડી પાઈપલાઈનમાં નુકસાન કરનાર બે ખેડૂતો વિરુદ્ધ સિંચાઇ વિભાગે હળવદ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ સિંચાઈ વિભાગના મોહનભાઇ ગુરજીભાઇ રાઠવાએ આરોપીઓ વીરજીભાઇ ત્રીભોવનભાઇ દલવાડી તથા રમેશભાઇ ત્રીભોવનભાઇ દલવાડી (રહે. બન્ને અંબારામ પંચર સર્વીસ, તા. હળવદ) સામે ફરિયાદ નોંધાવી છે કે, તા.૧૧/૦૨/૨૦૨૧ પહેલા કોઇપણ વખતે બનેલા આ બનાવમાં આઇ.પી.સી. કલમ ૪૩૦ તથા સાર્વજનીક મીલ્કત નુકશાન અટકાવાનો અધીનીયમ કલમ ૩ મુજબ આરોપીએ હળવદ માઇંનોર -૧ માથી નિકળતી સબ માઇનોર 2A-HVM-01 ની પાઇપ લાઇનમા અન-અધીકૂત રીતે ગેરકાયદેસર જોડાણ કરી પોતાના ખેતર સર્વે નં- ૨૦૫૬ તથા ૨૦૫૭ માં પીયત માટે પાણીનો પ્રવાહ રોકી પાઇપ લાઇનમા સરકારી સંપતીને રૂ.૧૧,૨૦૦ નુ નુકશાન કર્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,777

TRENDING NOW