Monday, May 5, 2025

નાની વાવડી ગામે ગીરવે મુકેલ જમીન ઉપર ઇસમે ગેરકાયદેસર કબ્જો જમાવ્યો..!!

Advertisement
Advertisement
Advertisement

મોરબીના નાની વાવડી ગામે માત્ર ૩ હજારમાં જમીનના માલિકે એક ઇસમને જમીન ગીરવે આપી હતી. જે જમીન ઉપર ઇસમે ગેરકાયદેસર કબ્જો જમાવી લીધો હતો. જેથી જમીન માલિકે મોરબી તાલુકા પોલીસ મથકે ઇસમ વિરૂધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

મોરબીના નાની વાવડી જુના ગામ પ્લોટ વિસ્તારમાં રહેતા જીતેન્દ્રભાઇ અમૃતલાલ આસરએ આરોપી દેવજીભાઇ જશમતભાઇ પડસુંબિયા (રહે.નાની વાવડી) વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) વિધેયક 2020ની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીની વડીલોપાર્જીત મોરબી તાલુકાના નાની વાવડી ગામમાં આવેલ સર્વે નં.૪૮૮ વાળી આશરે ૦૮ વિઘા જમીન પોતાના દાદા મગનલાલ ભાણજીભાઇ આસરએ આરોપીના પિતા જશમતભાઇ મોતીભાઇ પડસુંબીયાને રૂ.૩૦૦૦ સામે સને-૧૯૭૭ માં ગીરવે આપી હતી. અને ત્યારથી જ આ જમીનનો કબ્જો તેઓની પાસે હોય અને બાદ હાલે આ જમીન આરોપી પાસે હોય જેઓને ફરીયાદીએ જમીન ગીરવેમાંથી છોડાવવા કહેતા પરત આપેલ ન હોય અને અનઅધિકૃત રીતે કબ્જો કરી હોવાથી જમીન મુળ માલિક જીતેન્દ્રભાઈ આસરે ફરિયાદ નોંધાવી છે.

Related Articles

Total Website visit

1,502,747

TRENDING NOW