મોરબીના મહેન્દ્રનગર ગામે બાથરૂમમાં પડી જતા વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા નરશીભાઈ પ્રેમજીભાઈ સનીયારા (ઉ.વ.૮૦) ગત તા.૧૭ના રોજ પોતાના ઘરે બાથરૂમમાં પડી જતા ઈજા પહોંચી હતી. જેથી સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનું ચાલુ સારવાર દરમ્યાન નરશીભાઈ સનીયારાનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.