મોરબીના ઈન્દીરાનગર ખોડીયાર માતાજીના મંદિર પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા 5 પતાપ્રેમીઓનેં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મોરબીના ઈન્દીરાનગર ખોડીયાર માતાજીના મંદિર પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી સુંદરજીભાઇ ગજુભાઇ સાતોલા,અમીતભાઇ નવઘણભાઇ આદ્રેસા,વિષ્ણુભાઇ ચંદુભાઇ ગેડાણી, કરણભાઇ બાબુભાઇ સાલાણી,શામજીભાઇ બાબુભાઇ વાઘાણી (રહે બધાં ઈન્દીરાનગર ખોડીયાર માતાજીના મંદિરની બાજુમાં. મોરબી)નેં પોલીસે રેઇડ કરી રોકડ રકમ રૂ. ૮૮૩૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડેલ છે. તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.