મોરબીના વીસીપરા રણછોડનગર નજીક કારમાં ઈંગ્લીશ દારૂની ૧૫૯ બોટલો મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે જપ્ત કરેલ છે. આરોપી સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા રણછોડનગર પાસે યમુનાનગર રોડ સરદારજીના બંગલા નજીક મોબાઇલ ટાવરો પાસે આરોપી કોઈ અજાણ્યા ઈસમે અલ્ટો કાર રજી નં-GJ-19-M-2613(કીં.રૂ. ૪૦,૦૦૦) માં ઈંગ્લીશ દારૂની બોટલ નંગ- ૧૫૯(કીં.રૂ.૪૭,૭૦૦) મળી કુલ રૂ. ૮૭,૭૦૦નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. આરોપી સ્થળ પરથી નાશી છુટતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે તેને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.