Sunday, May 4, 2025

ટંકારાના લગધીરગઢ ગામેથી મોટરના કેબલ વાયરની ચોરી

Advertisement
Advertisement
Advertisement

ટંકારા: ટંકારા તાલુકાના લગધીરગઢ ગામે આવેલ ડેમી-૨ના કાંઠે મોટરના કેબલ વાયરની ચોરી થયાની ફરીયાદ ટંકારા તાલુકા પોલીસ મથકે નોંધાઇ.


મળતી માહિતી મુજબ ટંકારાનાં લગધીરગઢ ગામે રહેતા અને ખેતીકામ કરતાં અમરશીભાઈ કરશનભાઈ કોરીંગાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા.૧૧ જુલાઈ રાત્રીના ૮ વાગ્યા થી તા. ૧૨ જુલાઈ નાં ૮ વાગ્યા દરમ્યાન કોઈ સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમે લગધીરગઢ ગામે આવેલ ડેમી-૨ ડેમનાં કાંઠેથી ફરિયાદી તથા સાથેના વ્યક્તિઓની મોટર સાથે ફિટ કરેલા કેબલ વાયર આશરે ૧૦૫૧ મીટર જેની કિંમત આશરે રૂ. ૨૧,૦૦૦/ નો કાપી ચોરી કરી લઈ ગયો હતો. આરોપી વિરુદ્ધ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાતા પોલીસે કેબલ ચોરી વાયરની ફરીયાદ નોંધી ચોરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા.

Related Articles

Total Website visit

1,502,742

TRENDING NOW