વાંકાનેર: વાંકાનેર તાલુકાના પાડધર ગામે ઈંગ્લીશ દારૂની 5 બોટલો સાથે 1 ઈસમને વાંકાનેર તાલુકા પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ ગઈકાલે તા.૧૪નાં રોજ વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન વાંકાનેરના પાડધરા ગામના નદીના પુલ પાસેથી આરોપી સાગરભાઇ ભુપતભાઇ પાટડીયા(ઉ.વ.૨૨.રહે. નવાપરા પંચવટી સોસાયટી શેરી નં-૦૨ વિધાતા સિરામિક પાછળ,તા. વાંકાનેર)ને ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-૦૫ (કિં.રૂ.૧૮૭૫/-) સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂની બોટલો કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.