મોરબી: પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફથી અનડીટેક ફેટલ ગુનાઓ શોધી કાઢવા અંગેની ડ્રાઇવ ચાલુ હોય જે અનુસંધાને પોલીસ અધીક્ષક સુબોધ ઓડેદરા મોરબી જીલ્લા મોરબી નાઓની સુચનાથી અને નાયબ પોલીસ અધિક્ષક રાધીકા ભારાઇના માર્ગદર્શન હેઠળ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન એ પાર્ટ ૩૨-૧૧૧૮૯૦૦૪૨૬૦૧૯૩/૨૦૨૦ IPC કલમ ૪૯ ૩૩૭,૩૩૮,૩૦૪(અ) તથા MV ACT કલમ ૧૭૭, ૧૮૪,૧૩૪(બી) મુજબના કામે ૪ વ્યક્તિઓ વાહન અકસ્માતમાં મરણ જતા ઉપરોકત મુજબનો ગુન્હો તા.૨૮/૦૧/૨૦૨૧ ક.૧૦/૩૦ વાગ્યે ફરીયાદીએ જાહેર કરતા ગુનો રજીસ્ટર થયેલ છે. આ કામના ફરીયાદીના મિત્ર દિનેશનાઓ ફરીયાદીનુ મોટરસાયકલ રજીસ્ટર નં-જીજે-૬-બીઆર-૬૦૫ર વાળુ લઇને માળીયા ફાટક મોરબી પાસે ફરીયાદોના મિત્રો સિવાજી ઉર્ફે સીવો તથા તેજારામ તથા સુરેશ તથા મનાલાલને લેવા માટે ગયેલ ત્યારે તેઓ પાંચેય જણાં રોડ ક્રોસ કરતા હોય ત્યારે કોઇ અજાણ્યા વાહન ચાલકે પુર ઝડપે આવી આ પાંચેય જણાને હડફેટે લઇ અકસ્માત કરી ફરીયાદીના મિત્ર દિનેશભાઇ શંભુરામ કોળી વાળાને પગે ફેક્ચર તથા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી તેથી ફરીયાદીના બીજા મિત્ર તેજારામ વક્તારામ ગામેતી કડાવા તથા સીવાજી ઉર્ફે સીવી પ્રતાપભાઇ ગામેતી/કડાવા તથા સુરેશભાઇ પ્રતાપભાઇ ગામેતી/કડાવા તથા મનહરલાલ ઉમેદજી ગામેતી/કડાવા નાઓને ગંભીર ઇજાઓ પહોંચાડી આ ચારેય ફરીયાદીના મિત્રોનું મોત નિપજાવી અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઇ નાસી જઇ ગુંહો કર્યા બાબત ની ફરીયાદ જાહેર થયેલ હોય.
આ ગુનામાં પ્રથમ અજાણ્યા ટ્રક ચાલકે પોતાની હવાલા વાળી ટ્રક થી મોટરસાયકલ હડફેટે લઇ અકસ્માત કરતા કુલ-૪ વ્યક્તિના મોત થયેલ તેમજ આરોપી ટ્રક લઇ નાશી ગયેલ જેથી આ કામે મોડી રાત્રીનો બનાવ બનેલ હોય જેથી મોરબી થી વધાસીયા ટોલ પ્લાજા સુધીના તમામ સી.સી.ટી.વી કેમેરા ચેક કરતા એક શંકાસપદ ટ્રક પસાર થતો હોવાનું માલુમ પડતા વધાસીયા ટોલ નાકા પરથી શંકાસપદ ટ્રક રજા નં-MH-40 AK-9050 વાળો નંબર જાણવા મળતા ટ્રક નંબર પરથી પોલીસ સ્ટેશના પોલીસ કોન્સ્ટેબલ ભગીરથભાઇ દાદુભાઇ નાઓએ ઇ-ગુજકોપ પોકેટકોપમા આપેલ એકલવ્ય વ્હીહીકલમાં નંબર સર્ચ કરતા વાહન માલીકના નામઠામ સરનામા મેળવી સદરહુ ટ્રકના માલીક નાગપુર હોવાનુ જાણવા મળતા પ્રથમ નાગપુર તપાસ કરતા ત્યાથી ટ્રક મુંબઇ વહેચેલ હોવાન ફલીત થતા અત્રેના પોલીસ સ્ટેશનની એક પોલીસ ટીમ બનાવી મુંબઇ ખાતે મોકલી સઘન તપાસ કરાવતા આ કામના ટ્રક ચાલક આરોપી જાબાઝખાન ઉર્ફે રાજા સ/ઓ જાવેદખાન( ઉ.વ.૨૪ ધંધો-ટ્રક ડ્રાઇવર રહે બુધ્ધીપુર પઢાણ ટોલી, જમાનીયા કસ્બા, જામનીયા, જી.ગાજીપુર ૨૩૩૨૯ ઉત્તરપ્રદેશ) વાળો હોવાનું ફલીત થતા મજકુર આરોપીને ટ્રક સાથે શોધી કાઢી અત્રે લાવી તા-૧૨/૦૩/૨૦૨૧ ના ૬-૧૨/૩૦ વાગ્યે ધોરણસર અટક કરેલ છે.
આ કામગીરી કરનાર અધિકારી વી.એલ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર તથા એલ એન વાઢીયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા સર્વેલન્સ સ્ટાફ