ટંકારા: ટંકારા નજીક લતીપર ચોકડી પાસે બાઈક ઉપરથી નીચે પડી જવાથી મહિલાનું મોત નિપજ્યું હતું.૧૬ જૂને બનેલા આ અકસ્માતના બનાવની ફરિયાદ ગઇકાલે નોંધાતા ટંકારા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ટંકારાના મીતાણા ગામે આવેલા પ્રભુનગરમાં રહેતા દાઉદભાઇ વલીભાઇ મુળદેના પત્નીને કોઈ કામ અર્થે ગત તા.૧૬ જુનના રોજ તેમનો પુત્ર ફિરોજભાઇ દાઉદભાઇ મુળદે પોતાના બાઈક નં-GJ-36.K-6532 વાળામા પાછળ બેસાડીને જતો હતો ત્યારે ટંકારાના લતીપર ચોકડી પાસે બાઈક પાછળ બેઠેલા દાઉદભાઈના પત્ની નીચે પડી જતા તેમને ગંભીર ઇજા પહોંચતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી આગળ તપાસ હાથ ધરી છે.