Monday, May 5, 2025

રાજ્યપાલના હસ્તે સંસ્કૃત સાહિત્ય અકાદમીનું‘સાહિત્ય ગૌરવ સન્માન’ ટંકારાના મુનિ દયાલને

Advertisement
Advertisement
Advertisement

ટંકારા: ગુજરાત સાહિત્ય અકાદમી અંતર્ગત સંસ્કૃત સાહિત્ય અકાદમી તરફથી વર્ષ-૨૦૨૦ સાહિત્ય ગૌરવ સન્માન જાહેર કરવામાં આવ્યા છે.

સંસ્કૃત સાહિત્ય અકાદમી અંતર્ગત વર્ષ- ૨૦૨૦ના સાહિત્ય ગૌરવ સન્માન માટે ગુજરાતીમાં વેદગ્રંથોનો અનુવાદ કરનાર ટંકારાના ડૉ.દયાલજી માવજીભાઈ પરમાર (દયાલ મુનિ)ને પસંદ કરાયા છે. મુનિના ગૌરવ સન્માન સમારંભનું આયોજન તા. ૦૯ જુલાઇ, ૨૦૨૧ને શુક્રવારે ટંકારા (જી. મોરબી) મુકામે સવારે ૧૧:૦૦ વાગ્યે યોજાયું છે. રાજભવન, ગાંધીનગરથી મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉદબોધન કરશે અને ટંકારા મુકામે યોજાનાર કાર્યક્રમમાં સંસ્કૃત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ વિષ્ણુ પંડ્યા દયાલ મુનિનું સન્માનપત્ર, સ્મૃતિચિહ્ન અને એક લાખ રૂપિયાની રાશિ અર્પિત કરી સન્માનિત કરશે. રાજભવન તરફથી પણ બે લાખ રૂપિયાની ધન રાશિ અધ્યક્ષના વરદ હસ્તે સન્માન રૂપે અપાશે. આ કાર્યક્રમમાં ટંકારાના નગરજનો ઉપસ્થિત રહેશે.

Related Articles

Total Website visit

1,502,764

TRENDING NOW