Thursday, May 8, 2025

મોરબી:શોભેશ્વર ખાતે રૂ.10 કરોડના ખર્ચે નિર્મિત થયેલ 66 કે.વી. સબ સ્ટેશનનું ટૂંક સમયમાં લોકાર્પણ

Advertisement
Advertisement
Advertisement

મોરબી: જિલ્લા સેવા સદન, સો ઓરડી વિસ્તાર, ત્રાજપર અને શોભેશ્વર રોડ વિસ્તારને વીજ સેવા સુલભ બને તે હેતુસર શોભેશ્વર ખાતે ૬૬ કે.વી સબ સ્ટેશન બનાવવા મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પ્રયાસો હાથ ધરેલા તેના પરિપાકરૂપે GETCO દ્વારા રૂ. ૧૦ કરોડના ખર્ચે શોભેશ્વર ખાતે ૬૬ કે.વી. સબ સ્ટેશન નિર્મિત થઈ ચૂક્યું છે તેનું લોકાપર્ણ ટૂંક સમયમાં થશે તેમ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યુ છે. આ શોભેશ્વર ૬૬ કે.વી. સબ સ્ટેશન કાર્યરત થતાં કેબલ લાઇન સમસ્યાનું નિરાકરણ થશે શોભેશ્વર આસ પાસના ડોમેસ્ટિક, ઓધ્યોગિક અને કોમર્શિયલ વિજ પુરવઠો પણ પૂરતી માત્રામાં ઉપલબ્ધ થઈ શકશે. પરિણામે સો ઓરડી વિસ્તારમાં જિલ્લા સેવા સદન આકાર પામ્યું છે તેની સાથોસાથ અન્ય સરકારી આવાસો પણ ભવિષ્યમાં બંધાશે અને ત્રાજપર, શોભેશ્વર, સો ઓરડી જેવા આર્થિક રીતે પછાત વિસ્તારોની આ શોભેશ્વર સબ સ્ટેશનને કારણે ઉદ્યોગો આવતા કાયાપલટ થશે.

Related Articles

Total Website visit

1,502,799

TRENDING NOW