Monday, May 12, 2025

માનવતા ને શરમાવે તેવી ઘટના: હળવદમાં મામાના ચોરે ગૌવંશ પર એસિડ એટેકથી હુમલો

Advertisement
Advertisement
Advertisement

(અહેવાલ: સુરેશ સોનગરા હળવદ)

હળવદ તાલુકા ના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાંમાં ખેતીવાળી વિસ્તારમાં અનેક ગૌવંશ પર ભૂતકાળમાં જીવલેણ હુમલાઓ થયા હતા. ત્યારે હાલમાં હળવદ શહેર ની મધ્ય માં આવેલ દંતેશ્વર દરવાજા અને મામા ના ચોરા વિસ્તાર માં કોઈ નરાધમો એ છેલ્લા એક મહિના માં 3 ગૌવંશ ને એસિડ એટેક થકી ગંભીર રીતે ઘાયલ કરેલ છે ત્યારે પોલીસ તાત્કાલિક ધોરણે આવા અસામાજિક તત્વો ને પકડી પાડી અને કડક માં કડક કાયદેસર ની કાર્યવાહી હાથ ધરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

અને લોક મુખે એવી પણ ચર્ચા થઈ રહી છે કે આવા અબોલ પશુઓ ની સેવા નો કરી શકીએ તો કઈ નહિ પણ આવી નિર્દયતા થી હુમલાઓ તો નોજ કરવા જોઈએ અને આવી ઘટનાઓ થી જ કુદરતી પ્રકોપ નો સામનો અને મહામારીઓ નો સામનો મનુષ્યો એ કરવો પડે છે ત્યારે આ અંગે સંબંધિત અધિકારીશ્રી દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવા માટે લોકમાંગ ઉઠવા પામી છે.

Related Articles

Total Website visit

1,502,955

TRENDING NOW