મોરબી: મોરબીના લાતી પ્લોટમાં ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબીના લાતી પ્લોટ શેરી નં-૦૮મા આરોપી મનોજભાઈ કિશોરભાઈ ખારેચા (ઉ.વ.૪૭.રહે. મોરબી શનાળા રોડ ગુ.હા.બોર્ડ ત્રણ માળીયા બ્લોકનં-૩૭૩ ગરીબ ચોક)ને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૦૧ (કીં.રૂ.૩૦૦) સાથે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે પકડી પાડેલ છે. આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.