મોરબી: મોરબીના પીપળી રોડ પર આવેલ શેરી નં-૦૨મા અલગ અલગ 3 મકાનમાં ચોરી થયેલ હોવાની ફરીયાદ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે.
મળતી માહિતી મુજબ મોરબીના પીપળી રોડ પર આવેલ રોયલપાર્ક શેરી નં-૦૨મા રહેતા રજનીકાંત ગંગારામભાઈ કુણપરાએ ફરિયાદ નોંધાવી છે કે તેના મકાનમાં ગત તા.૬ ના રાત્રીના બે થી ચાર વાગ્યાનાં અરસામાં ચાર અજાણ્યા ઇસમોએ લોકનાં નકુચા તોડી પ્રવેશ કરી મકાનમાં રાખેલ ચાંદીના દાગીના આશરે ૪૦ ગ્રામ (કિં.રૂ.૩૦૦૦), સોનાના દાગીના આશરે ૧૭ ગ્રામ (કિં.રૂ.૫૫,૦૦૦) તથા રોકડ રૂ. ૧૦,૦૦૦- તેમજ મનસુખભાઈ લાલજીભાઈ બેરાના મકાનમાંથી રોકડ રૂ. ૧૧,૦૦૦- અને બળદેવભાઈ મગનભાઈ સેરસીયાના મકાનમાંથી રોકડ રૂ.૧૨,૦૦૦- એમ કુલ કિંમત રૂ.૯૧,૦૦૦ ની ચોરી કરી ગયા હતાં. મોરબી બી ડીવીઝન પોલીસે ચોરીનાં બનાવની ફરિયાદ નોંધી તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા.