મોરબી: લાયન્સ ક્લબ ઓફ મોરબીના મેમ્બર ધવલભાઈ રાંકજાની વાર્ષિક પુણ્યતિથી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મોરબીના સંસ્કાર બ્લડ બેંકમાં સ્વૈચ્છીક રક્તદાન કેમ્પ, તથા શહેરના મુખ્ય માર્ગો પર વૃક્ષારોપણ કરાયું હતું. તથા અબોલ પશુઓ માટે પાણીની કુડીનું વિતરણ, અને વૃદ્ધા આશ્રમમાં વડીલોને સવારનો નાસ્તો અને સાંજનું ભોજન, તેમજ ઝુપડપટ્ટીમાં વસતા ૫૦૦થી વધુ બાળકોને નાસ્તો કરાવી ધવલભાઈ રાંકજાની યાદગીરીમાં ખરા અર્થે પ્રેરણાદાયી કાર્ય કરી શ્રદ્ધાંજલી પાઠવી હતી.

ત્યારે કોરોના મહામારી બાદ બ્લડની અછત સર્જાઈ છે. ત્યારે રક્તદાન મહાદાન સૂત્રને સાર્થક કરી વાર્ષિક પુણ્યતિથી નિમિત્તે યોજાયેલ રક્તદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું. આ રક્તદાન કેમ્પમાં સરકારી હોસ્પિટલ મોરબીના નર્સિંગ સ્ટાફે તથા યુવા આર્મી ગ્રુપ મોરબી ટીમ ઉપસ્થિત રહીને ભાર જહેમત ઉઠાવી હતી.
