Monday, May 5, 2025

મોરબીના ખ્યાતનામ ઈ.એન.ટી. સર્જન ડો.હીતેશ પટેલ તથા ડો.પ્રેયશ પંડ્યા ચક્કર નિદાન માટેની ઈન્ટેરનેશનલ લેવેલની પરિક્ષામાં ઉતિર્ણ થયા

Advertisement
Advertisement
Advertisement

મોરબી: દુબઈ યુનિવર્સિટી દ્વારા આયોજીત આ પરિક્ષામાં સમગ્ર ગુજરાતમાંથી માત્ર બે જ તબિબો ઉતિર્ણ તે બંને મોરબીના કાન-નાક-ગળાના નિષ્ણાંત તબિબ ઓમ હોસ્પીટલ વાળા ડો. હિતેશ પટેલ તથા શિવમ હોસ્પીટલવાળા ડો. પ્રેયશ પંડ્યાએ તાજેતરમાં ઇન્ટરનેશનલ લેવલની દુબઈ યુનીવર્સીટીની ચક્કર નિદાન માટેની પરીક્ષા પાસ કરીને મોરબીના તબીબો અને મોરબીનું ગૌરવ વધાર્યું છે .

મોરબી ખાતે મેડીકલ પ્રેક્ટીસ કરનાર અને જાણીતા ઈએનટી નિષ્ણાંત ડો. હિતેશ પટેલ તથા ડો. પ્રેયશ પંડ્યા એ તાજેતરમાં લેવાયેલી ઇન્ટરનેશનલ ઓનલાઈન વેસ્ટીબુલર ડીપ્લોમાં પરીક્ષામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. અને ચક્કર નિદાન માટેની ઇન્ટરનેશનલ પરીક્ષા તેમને સફળતાપૂર્વક ઉતીર્ણ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પરિક્ષામાં સમગ્ર ગુજરાત માંથી માત્ર બે જ તબિબો ઉતિર્ણ થયા છે, જેમાંથી બંને તબિબો મોરબી મના છે. ડો.હીતેશ પટેલ તથા ડો. પ્રેયશ પંડ્યાએ આ પરિક્ષા ઉતિર્ણ કરી સમગ્ર મોરબીને ગૌરવ અપાવ્યુ છે.

Related Articles

Total Website visit

1,502,747

TRENDING NOW