મોરબી: ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલૉજી (ગુજરાત સરકાર) ગાંધીનગર પ્રેરિત આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર, ધી વી.સી. ટેક. હાઈસ્કૂલ મોરબી ખાતે કાર્યરત છે. તા. ૫મી જૂને વિશ્વ પર્યાવરણ દિનની ઊજવણી લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા વધે અને પર્યાવરણ સુરક્ષા કાર્યમાં સહભાગી બને એ મુખ્ય હેતુ છે.
વિશ્વમાં પ્રકૃતિના સંરક્ષણનો પ્રારંભ સર્વપ્રથમ ત્રીજી સદીમાં સમ્રાટ અશોકે કર્યો હતો. પ્રકૃતિના મહત્વને સ્વીકારતાં-વન્ય જીવ જંતુઓના શિકાર પર અંકુશ અને તેના રક્ષણ માટેના નિયમો પણ એના સમયમાં બન્યા. જે આજે શિલાલેખમાં જોવા મળે છે. “વિશ્વ પર્યાવરણ દિને” સ્પર્ધકોએ વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણ કરતાં સાથે મારાં સંકલ્પોનો વિડીયૉ બનાવી કેટેગરી મુજબ મોકલી આપો. આ સ્પર્ધાની છેલ્લી તા.5 / 6 / 2021 છે.સ્પર્ધકોએ વૃક્ષારોપણ તથા કેટેગરી મુજબ મારાં સંકલ્પ નો વિડીયો મો. 9824912230 /8780127202 /9727986386 પર મોકલવાનો રહેશે.
વિશ્વ પર્યાવરણ દિવસ
છોડ-ક્ષૃપ-વૃક્ષ નાં રોપણી સમયે મારો સંકલ્પ
● કેટેગરી-1 (મારો સંકલ્પ)
○ મારાં જન્મ દિવસે એક વૃક્ષ જરૂર ઉછેરીશ
○ હું પાણી નાં ઉપયોગ પછી નળ બંધ કરીશ.
○ હું કચરો હંમેશા ડસ્ટબિન માં જ નાખીશ.
● કેટેગરી-2 (મારો સંકલ્પ)
○ હું ઘર-આંગણે જગ્યા હોય ત્યાં છોડ-ક્ષૃપ કે વૃક્ષ જરૂર ઉછેરીશ.
○ હું પ્લાસ્ટિક કે પોલિથિન ની બેગ ને બદલે કાપડ ની થેલી નો ઉપયોગ કરીશ
○ હું શાકભાજી નો કે ઘર નો કચરો હંમેશા ડસ્ટબિન માં જ નાખીશ
● કેટેગરી-3 ( મારાં સંકલ્પ)
○ હું નજીક નાં કાર્ય માટે સાયકલ નો જ ઉપયોગ કરીશ.
○ હું ખુલ્લા માં કચરો બાળીશ નહી.અન્ય ને પણ સમજાવીશ.
○ હું બલ્બ,ફેન કે અન્ય ઉપકરણો નો બિનજરૂરી ઉપયોગ નહી કરૂં.
● કેટેગરી-4 (મારાં સંકલ્પ)
○ જન્મ કે લગ્ન દિવસે ઘર કે ઓફીસ ની આસપાસ અવકાશ હોય ત્યાં વૃક્ષ જરૂર ઉછેરીશ.
○ હું ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ખરીદી વખતે તેનાં સ્ટાર જોઈને ઓછાં વિજળી કન્ઝ્યુમ કરતી હોય તેવી આઈટમ ખરીદી કરીશ.
○ પ્રદુષણ રોકવા, બળતણ બચાવવા ચાર રસ્તા /ક્રોસિંગ ઉપર એન્જીન બંધ કરીશ. બ્રેક નો ઉપયોગ ઘટાડીશ.
આ વિશ્વ પર્યાવરણ દિવસ ની વૃક્ષારોપણ ઉછેર ની સ્પર્ધા સાથે કેટેગરી મુજબ મારાં સંકલ્પો નો વિડીયો બનાવી મોકલો પ્રમાણપત્ર સાથે મળશે આકર્ષક ઉપહાર . તેમાનાં શ્રેષ્ઠ વિડીયો “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી યુટ્યુબ પર થી જોઈ શકશો.