(અહેવાલ : ભવિષ જોષી – હળવદ)
હળવદ: રોટરી ક્લબ હળવદ દ્વારા હળવદ શહેરમાં આવેલ મેઈન બજાર દરબારનાકા પાસે પાણી ના પરબ માટે જગ્યા ઉભી કરી પાણીના પરબ બનાવવા માટે એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. અન્ન પાણીએ દરેક માનવીની જરૂરિયાત છે. ત્યારે રોટરી ક્લબ હળવદ ૨૦૧૫-૨૦૧૬ થી ભુખ્યાને ભોજન અને તરસ્યાને પાણી આ બન્ને સેવા રોટરી હળવદ દ્વારા વર્ષોથી ચલાવામાં આવે છે.
આ સિવાય પણ હળવદ રોટરી અનેક પ્રોજેક્ટો કરે છે. અને હાલ ગરમીમાં લોકોને પાણીની તરસ બહુ લાગે છે. ત્યારે એ હેતુથી રોટરી ક્લબ હળવદ દ્વારા અનેક જગ્યાએ પાણીના પરબ બંધાવેલ છે. ત્યારે આજ રોજ શહેરની મેઈન બજારમાં પણ આજ રોજ પાણીના પરબનું હળવદ રોટરી ક્લબ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઠંડા પાણીના પરબનું લોકાર્પણ નગરપાલિકાના સફાઈ કર્મચારી ઈશ્વરભાઈ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટનું ડોનેશન સ્વ. મુળજીભાઈ રૂગનાથભાઈ પિત્રોડાના સુપુત્રી સ્વ.જયાબેન અમૃતલાલ સંઘડિયાના સ્મરણાર્થે તેમના ભાભી મધુબેન માણેકલાલ પિત્રોડા (શિકાગો) અમેરિકા તરફથી આપવામાં આવ્યું હતું.