મોરબી: ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજરાત સરકાર ) ગાંધીનગર” પ્રેરીત “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર ધી વી. સી. ટેક. હાઈસ્કૂલ મોરબી જિલ્લો ખાતે કાર્યરત છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા દર વર્ષે ૩૧ મેના દિવસને “વિશ્વ તમાકુ નિષેધ દિવસ” તરિકે ઉજવવામાં આવે છે. આ દિવસે વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોને તમાકુની શરીર પરની હાનીકારક અસરોથી અવગત કરાવવામાં આવે છે અને લોકોને તમાકુમુક્તિ માટે પ્રેરણા આપવામાં આવે છે.
તા.:- 31-મે , “વિશ્વ તમાકુ નિષેધ દિવસે” “કહો..તમાકુ ને ના.. જિંદગી ને હા..” અનુસંધાને ઘરે બેઠાં પ્રશ્નોતરી સ્પર્ધા માં ભાગ લેવાં કેટેગરી મુજબ પ્રશ્નના ઉત્તરનો વિડીયો બનાવી વોટસપ નં.9824912230 / 8780127202 / 97279 86386 છેલ્લી તારીખ 31/5/2021 રાત્રે 9 સુધી મોકલી શકો છો.
કેટેગરી-1 (ધો:- 1,2,3,4)
કે-1 પ્રશ્ન:- તમાકુ ખાવા થી કેવાં કેવાં પ્રકાર નાં રોગ થાય ?
કેટેગરી-2 (ધો:-5,6,7,8)
કે-2 પ્રશ્ન :-બાળકો અને તરૂણો ને તમાકુ થી બચાવવા શું શું પ્રયત્નો કરવાં જોઈએ .
કેટેગરી-3(ધો:-9,10,11,12)
કે-3 પ્રશ્ન:-તમાકુ કઈ રીતે છોડાવી શકાય ? તમાકુ છોડવા નાં ફાયદાઓ જણાવો.
કેટેગરી-4 (કોલેજ નાં વિધાર્થીઓ , શિક્ષકમિત્રો તથા વાલીઓ)
કે-4 પ્રશ્ન:-તમાકુ સેવન ની અસરો અને સમર્થનરૂપ હકીકતો જણાવો.