મોરબી: ગુજરાત રાજ્ય ગાંધીનગરના રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દર વર્ષે ધો.8 અઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મિન્સ મેરીટ કમ સ્કોલરશીપ પરીક્ષા NMMS પરીક્ષા લેવામાં આવે છે. જેમાં ગુજરાત બહારના હજારો વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે. અને મેરિટમાં સ્થાન પામતા વિદ્યાર્થીઓને 12000/- બાર હજાર રૂપિયા દર વર્ષે સરકાર તરફથી શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.
આ એન.એમ.એમ.એસ. પરીક્ષામાં મોરબીની બિલિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ છેલ્લા પાંચ વર્ષથી સતત અવિરત મેરિટમાં રાઠોડ પિયુષ, સુરેલીયા રાજ શાંતિલાલ, ગામી મિત દિનેશભાઈ, સુમરા સૈફ યુનિશભાઈ, સુરેલીયા મિત દિનેશભાઈ, સુમરા અંજુમ ફિરોજભાઈ સહિતના વિદ્યાર્થીઓ પસંદ પામી શિષ્યવૃતિ મેળવી રહ્યા છે. જેમાં બિલીયા ગામના વાલીઓની જાગૃતિ અને સ્ટાફની મહેનતને કારણે વિદ્યાર્થીઓ સફળતા પ્રાપ્ત કરેલ છે. એ બદલ બિલિયા શાળાના આચાર્ય કિરણભાઈ કાચરોલાને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.