વાંકાનેર: હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે અનેક લોકો કોરોના પોઝીટીવ આવી રહ્યા છે. જેથી દર્દીઓને ઓક્સિજનની અછત સર્જાઈ નહીં તે માટે વાંકાનેર તાલુકાના કોઠારીયા (જડેશ્વર) ગામે સેવા સહકારી મંડળીના કર્મચારીઓ દ્વારા ઓક્સીજન મશીન વસાવી ગ્રામજનોને વ્હારે આગળ આવી છે. તેમાં પ્રદીપસિહ ઝાલા, યાકુબભાઈ બાદી, પ્રવીણભાઈ રબારી કર્મચારી દ્વારા ખર્ચ ઉઠાવવામાં આવેલ છે.