મોરબી: કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં લઈને એકતા ગૃપ દ્વારા સમસ્ત પ્રજાપતિ સમાજના લોકો માટે આવતીકાલે કોરોના રેપિડ ટેસ્ટ કેમ્પ યોજાશે
જેમાં આવતીકાલે તા.24 ને શનિવારના રોજ સાંજે 4 થી 6 કલાકે વરિયા પ્રજાપતિ બોર્ડિંગ સો-ઓરડી મોરબી ખાતે એકતા ગૃપ દ્વારા કોરોના રેપીડ ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ કેમ્પમાં શરદી-ઉધરસ, તાવ, જેવા લક્ષણો દેખાતા હોય અને ખાસ કરી ડાયાબિટીસ કે અન્ય કોઈ બીમારી હોય જેની ઉમર 45 વર્ષથી વધુ હોય તેવા વ્યકિતએ ખાસ ટેસ્ટીંગ કરાવા અને કેમ્પનો લાભ લેવા એકતા ગૃપે અનુરોધ કર્યો છે. વધુ માહિતી માટે મો.99092 16401 પર સંપર્ક કરી શકાશે.