Friday, May 2, 2025

મોરબી પાલિકા અને વાત્સલ્ય એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જુની પ્રભાત હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટર કાર્યરત

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં કોરોના કહેર વર્તાઇ રહ્યો છે. ત્યારે ઑક્સીજન સાથેના બેડની માંગ પણ વધી રહી છે. ત્યારે કોવિડના દર્દીઓની સારવાર માટે મોરબી પાલિકા અને વાત્સલ્ય એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ જૂની પ્રભાત હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.

મોરબીમાં કોરોનાના કેસ વધતાં હોસ્પિટલો ફૂલ થઈ ગયેલ છે. જેથી કરીને ઘણા દર્દીઓ હાલમાં તેના ઘરમાં જ ઑક્સીજનની વ્યવસ્થા કરીને સારવાર લઈ રહ્યા છે. ત્યારે મોરબી પાલિકા દ્વારા પણ કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. અને હાલમાં પાલિકા તેમજ વાત્સલ્ય એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જૂની પ્રભાત હોસ્પિટલમાં ઓકિસજન વાળા 15 સહિત 50 બેડની સુવિધા સાથે કોવિડ કેર સેન્ટર ચાલુ કરવામાં આવેલ છે. જેમાં દર્દીઓને વિનામુલ્યે સારવાર આપવામાં આવશે. તેમજ વધુ માહિતી માટે હેલ્પલાઇન નં.87329 18183 પર સંપર્ક કરી શકાશે.

Related Articles

Total Website visit

1,502,697

TRENDING NOW