મોરબી: કન્યા છાત્રાલય મોરબી કોરોના કેર સેન્ટર ઉભું કરવા માટે યુવા ટીમના કાર્યકર્તાઓ ભેગા થયા હતા. તેમાં પાટીદાર ધામના ટ્રસ્ટી હિતેશભાઈ કુંડારિયાએ વાત મૂકી કે, એમ્બ્યુલન્સ લેવી હોય તો હું 51 હજાર રૂપિયા આપું અને જોતજોતામાં 51,000 ના બીજા ત્રણ દાતા મળી ગયા. અને એમ્બ્યુલન્સ લેવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ કન્યા છાત્રાલયના ટ્રસ્ટી બેચરબાપા હોથીની ઇનોવા ગાડી છાત્રાલય પર જ પડી હતી. અને બેચરભાઈ હોથી કહ્યું કે, આ ગાડીમાં જ એમ્બ્યુલન્સ બનાવી નાખો અને દાતા તરીકે પહેલ કરનાર ઉમિયા નવરાત્રી મહોત્સવ દ્વારા એમ્બ્યુલન્સનો તમામ ખર્ચ આપવાનું નક્કી કરવામાં આવ્યું. આ પહેલને સૌએ વધાવી લીધી હતી.
આ પહેલને જોઈ મોરબીના તમામ યુવા ઉદ્યોગપતિઓ એ નિર્ણય કર્યો કે, આવી પાટીદાર સમાજ માટે પાંચ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવી છે. અને જોતજોતામાં મોરબીના યુવા ઉદ્યોગપતિ પંકજભાઈ રાણસરીયા એ 1100000 અગિયાર લાખ રૂપિયા મેડિકલ ક્ષેત્રમાં વાપરવાનું નક્કી કર્યું. અને તે પૈકીના 5 લાખ એમ્બ્યુલન્સમાં અને 6 લાખ કોરોના કેર સેન્ટરમાં ત્યારબાદ સ્પ્રે ડ્રાયર એસોસિયેશનના પ્રમુખ આવ્યા અને તેને પણ આઠ લાખ જેવું દાન આપી 4 લાખની એક એમ્બ્યુલન્સ અને ચાર લાખ રૂપિયા કોરોના સેન્ટરમાં વાપરવાનું નક્કી કર્યું. આ વાતને જોતા ઉમા ટાઉનશીપના યુવા ઉદ્યોગપતિએ નક્કી કરી અને એક એમ્બ્યુલન્સ તેને પણ વસાવી લીધી. અને આ એમ્બ્યુલન્સની વાત વહેતી થતા સીરામીક એસોસિએશન દ્વારા પણ એક એમ્બ્યુલન્સ વસાવી લીધી અને ગુજરાત ગેસ તરફથી સીરામીક એસોસિએશનને એક એમ્બ્યુલન્સ ફાળવેલ છે. જેનો નીભાવ ખર્ચ સીરામીક એસોસિએશન ઉપાડશે.
આમ જોતજોતામાં બે દિવસની અંદર મોરબી માટે ચાર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવા બદલ આયોજકોએ તમામ દાતાઓનો ખૂબ ખૂબ આભાર પ્રકટ કર્યો છે. હાલના મુશ્કેલીના સમયે અને આવનારા સમયમાં એમ્બ્યુલન્સ કાયમ માટે ઉપયોગી બનશે. માનવતાના આ મહાકાર્યમાં યોગદાન આપનાર તમામ દિલેર દાતાઓનો સમાજ હંમેશ ઋણી રહેશે. એવી ભાવના વડીલોએ અને આયોજકોએ વ્યક્ત કરેલ છે.
