મોરબીના ઊંચી માંડલ ગામના બસ સ્ટેશનથી ધાર પ્લોટ વિસ્તાર તરફના રસ્તે બાઈક સ્લીપ થય જતાં બાઇક ચાલક યુવાનપે ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના ઊંચી માંડલ ગામ પાસે ઘાર વિસ્તારમાં રહેતા મનસુખભાઇ ઓઘવજીભાઇ ઝાંઝવાડિયા (ઉવ. ૨૫) નામનો યુવાન ગત તા.૧૭ માર્ચના રોજ પોતાનું હીરો સ્પેન્ડર પ્લસ જેના મોટર સાયકલ નં.GJ36-D-9613 લઈને ઊંચી માંડલ ગામના બસ સ્ટેશનથી ધાર પ્લોટ વિસ્તાર જતા રસ્તે પસાર થતો હતો. તે દરમિયાન મોટર સાયકલ સ્લીપ થઈ જતા ગંભીર ઇજા થવાથી મનસુખભાઈનું મોત નીપજ્યું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.