મોરબી ખાતે સિવિલ હોસ્પિટલમાં કાર્યરત થનાર લેબની ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રૂબરૂ મુલાકાત લીધી હતી
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની મોરબીની મુલાકાત દરમ્યાન મોરબી સિવિલમાં આરટીપીસીઆર ટેસ્ટ માટે લેબની જાહેરાત કરી હતી આ લેબ અતિ આવશ્યક હોવાથી તેમણે કરેલ જાહેરાત મુજબ આ લેબ તુરત જ શરુ થાય તે માટે તેનું સતત ફોલોઅપ છેલ્લા ત્રણ દિવસથી ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ લીધું હતું. આથી હવે રિપોર્ટ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતેની લેબોરેટરીમાં પરીક્ષણ કરાશે. સાથોસાથ લેબોરેટરીની મુલાકાત દરમ્યાન ડો.અરુણભાઈ ટાંક, ડો. હિમાધ્રીબેન અને ડો. શૈલીબેને જણાવ્યું હતું કે આ લેબોરેટરી પ્રારંભિક તબ્બકે 50 થી લઈ 1500 પરીક્ષણો કરવાની ક્ષમતા ધરાવતી લેબોરેટરી આવતી કાલે કાર્યરત થનાર છે.
