મોરબીના શક્તશનાળા ગામે પરણિતાએ ઝેરી દવા પી જતાં સારવાર અર્થે ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવી છે. આ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના શક્ત શનાળા ગામે નંદભુમી એપાર્ટમેન્ટ બ્લોક નં.301 માં રહેતી શિલ્પાબેન કેતનભાઈ વરમોરા (ઉ.વ.23) એ ગઇકાલે ઘરે કોઈપણ કારણોસર ઝેરી દવા પી લીધી હતી. જેથી શિલ્પાબેનને સારવાર અર્થે ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. શિલ્પાબેનનો લગ્નગાળો ત્રણ વર્ષનો હોવાનું જણાયું છે. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે નોંધ કરી ક્યાં કારણોસર પગલું ભર્યું તે દિશામાં તપાસ હાથ ધરી છે.