Thursday, May 1, 2025

ટંકારા: શ્રી મહર્ષિ દયાનંદ શાળા ખાતે ઓનલાઈન પ્રદર્શન યોજાયુ

Advertisement
Advertisement
Advertisement

(ધવલ ત્રિવેદી ટંકારા)

ટંકારા: કોરોના મહામારીને ધ્યાને લઈ જી.સી.ઈ.આર.ટી.સી. ગાંધીનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની સુચના મુજબ ઓનલાઈન પ્રદર્શન યોજવાનું નક્કી થયેલ હોય ટંકારા તાલુકા કક્ષાનું પ્રદર્શન શ્રી મહર્ષિ દયાનંદ વિકાસ સકુંલ-ટંકારા ખાતે ઓનલાઈન યોજાયું હતુ.

GCERT  દ્વારા વિજ્ઞાન, ગણીત, પર્યાવરણ પ્રદર્શનની મુખ્ય થીમ ‘તકનીકી અને રમકડા’ જે અંતર્ગત પેટા વિષયો ઈકો ફ્રેન્ડલી સામગ્રી, સ્વાસ્થ્ય આરોગ્ય અને સ્વચ્છતા, આદાન-પ્રદાન થઈ શકે તેવુ સોફ્ટવેર, ઐતીહાસિક વિકાસ, ગાણીતીક નમુનાઓ જેવા વિષયો રાખવામાં આવ્યા હતા. આ પ્રદર્શનમાં ટંકારા તાલુકામાંથી 14 માધ્યમીક અને 1 ઉચ્ચતર માધ્યમીક શાળાના બાળકોએ પોતાની કૃતી રજુ કરવામાં આવેલ હતી. આ ઓનલાઈન પ્રદર્શનમાં શિક્ષકો લાલજીભાઈ મારવાણિયા, કાંતીભાઈ બારૈયા, રશ્મિતાબેન ભાગીયાએ નિષ્પક્ષ નિર્ણાયક તરીકેની સેવા આપેલ હતી.

જ્યારે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટના વિજ્ઞાન સલાહકાર દિપાલીબેન વડગામાએ માર્ગદર્શન પુંરુ પાડ્યું હતુ. અને ટંકારા શાળા વિકાસ સકુલના સંયોજક આર.પી.મેરજા, સહ સંયોજક દિલીપભાઈ બારૈયા તથા મદદનીશ શિક્ષણ નિરક્ષક ભાવેશભાઈ ભાલાડીયાએ જહેમત ઉઠાવી હતી. અને કોમ્પ્યુટર સ્ક્રીન પર ઓનલાઈન વ્યવસ્થા માટેની ટેકનીકલ મદદ કરનાર ધર્મેશભાઈ, રાજેશભાઈ, હરેશભાઈ તથા ભાગ લેનાર તમામ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આચાર્યઓને ઓનલાઈન માધ્યમથી પ્રદર્શન યોજવા બદલ ધન્યવાદ પાઠવ્યા હતા.

Related Articles

Total Website visit

1,502,622

TRENDING NOW