મોરબીના સતવારા સમાજ પરીવારોના કોરોના પોઝિટીવા દર્દીઓ માટે ઘર જેવી જ કવોરોન્ટાઇન સુવિધા મળી રહે તેવા શુભ હેતુથી સમસ્ત સતવારા સમાજ મોરબી દ્વારા શ્રી નવગામ સતવારા જ્ઞાતિ સંકુલ યુનિટ 2 રામજી મંદિર, ભાંડિયાની વાડી પાસે 40 થી 50 બેડના કોવિડ આઇસોલેશન સેન્ટર આવતીકાલ તા.12ને સોમવારથી શરૂ કરવામાં આવશે.
આ આઇસોલેશન સેન્ટર સતવારા નવગામ જ્ઞાતિ સંકુલ યુનીટ 2 માં હાલ 40 થી 50 બેડની વ્યવસ્થા સાથે ડોકટર, નર્સિંગ સ્ટાફ અને જરૂરી દવા તેમજ સેન્ટરમાં દાખલ થનાર દર્દીઓ માટે નાસ્તા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવશે. આ કોવિડ આઇસોલેશન સેન્ટરમાં કોરોના પોઝિટિવના માઈલ્ડ (હળવી) અસર વાળા દર્દીઓને દાખલ કરવામાં આવશે. જે કોઇ દર્દીઓને ઓક્શીજનની જરૂર હોય તેમને દાખલ કરવામાં આવશે નહી.
દાખલ થનાર દર્દીઓએ તેમનો
કોરોના પોઝિટિવ રિપોર્ટ,
દર્દીની અને તેના સગાની આધાર કાર્ડની ઝેરોક્ષ,
ડોક્ટરને બતાવ્યું હોય તો તેના કાગળો,જરૂરી લેબોરેટરીના રિપોર્ટ સાથે લાવવાના રહેશે અને દવા ટુવાલ, કપડાં, બ્રશ, કોલગેટ, જરૂરી સામાન અને અન્ય જરૂરી ચાલતી દવા અને મેડીકલની ફાઇલ સાથે લઈને આવવાનું રહેશે..
દાખલ થવા માટે દર્દીએ…
સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦
સાંજે ૦૪:૦૦ થી ૦૬:૦૦
દરમિયાન જ આવવું.
એ સમય સિવાય કોઇને દાખલ કરવામાં આવશે નહી.
નોંધ : કોવિડ આઇસોલેશન સેન્ટર પર ફરજ પર રહેલા ડોકટર અને મેડિકલ સ્ટાફ દર્દીની ચકાસણી કરી તેમને દાખલ કરવા કે નહીં તેનો નિર્ણય લેશે.
