
મોરબીના GIDC વિસ્તારમાં ગત તા.02 ના રોજ સાંજના અરસામાં યુવાન પર અજાણ્યા ઇસમોએ છરી અને ધોકા પાઈપ વડે હુમલો કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ બનાવ અંગે 6 ઇસમ વિરૂધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ પર આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડમાં રહેતા હિરેનભાઈ પરબતભાઇ કરોતરા (ઉ.વ.30) એ આરોપી વિશાલભાઇ ઉપેન્દ્રભાઈ ખાંભલા અને ધમાભાઇ ઉપેન્દ્રભાઈ ખાંભલા (રહે.બન્ને રાજપર રોડ ધરમનગર સોસાયટી મોરબી) તથા અજાણ્યા ચાર માણસો સામે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીના ફુયના દિકરાએ આરોપીના કાકાની દિકરી સાથે પ્રેમ લગ્ન કરેલ હોય અને જેનો ખાર રાખી ગત તા.02 ના રોજ આરોપીએ ગાળો આપી છરી તથા લાકડા અને ધોકા વડે ફરિયાદી હિરેનભાઇ ઉપર હૂમલો કર્યો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી હિરેનને હાથમાં ઇજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે ફરીયાદ નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.