
હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામેથી 22 વર્ષિય યુવતી ગુમ થયાની હળવદ પોલીસ મથકે નોંધ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ હળવદના ઘનશ્યામપુર ગામે રહેતી પૂજાબેન તુલસીદાસ કિલાવત (ઉ.વ.22) ગત તા.31 ના રોજ પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાંય ચાલ્યા ગયેલ છે. ગુમ થનાર યુવતી શરીરે મધ્યમ બાંધો વાને ઘઉ વર્ણ મોઢુ લંબ ગોળ છે. અને ઉંચાઇ 4 થી 5 ફુટ જેટલી છે. જેથી યુવતીના પિતાએ આ અંગે ગુમ થયાની હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધ કરી છે.