ટંકારા: જો માણસ અંધારામાં અને વિશ્વાસમાં રહે તો અહીં ઘણા માણસો છેતરાઇ જાય તેમ છે. અને એવી કંઇક ઘટના હડમિયાના યુવાન સાથે ઘટી છે. કુંભારિયા ગામના ચિટરે ફ્લેટ પોતાના હોવાનું કહીને હડતિયાના યુવાન પાસેથી 4.10 લાખ ખંખેરી લીધા. જ્યારે યુવાને ખબર પડી કે ખરેખર ફ્લેટ તેના માલીકીનો નથી તો પૈસા પરત માંગતા ધમકીઓ મળવા લાગી. જેથી આ અંગે ટંકારા પોલીસ સબ ઇન્સપેક્ટરને લેખિત રજુઆત કરવામાં આવી છે.
ટંકારાના હડમતીયા ગામે રહેતા અને ખેતીનો ધંધો કરતા હસમુખભાઈ જીવરાજભાઇ પટેલને મોરબીમાં મકાન લેવાની ગણતરી હોય જેથી તેમણે રાજેશભાઈ મહાદેવભાઇ તારપરા (રહે.કુંભારીયા હાલ.ચંદ્રશેખર-૧ ઉમા ટાઉન ચોથા માળે) નામના સાથે ફ્લેટ અંગે વાત થય અને રવાપર રોડ ઉપર આવેલ અક્ષર ધામ એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે આવેલ ફ્લેટ વેચાણ અર્થે રાજેશભાઇ પાસેથી હડમિયાના હસમુખભાઈએ લીધેલ અને ટોકન પેટે 4.10 લાખ રૂપિયા રમેશને આપ્યા હતા.
પરંતુ જ્યારે ફ્લેટનું કામ ચાલતું હોય તે દરમ્યાન આ ફ્લેટ રમેશ ચિટરે પોતાનો હોવાનું કહ્યું હતું બાદમાં ફ્લેટનું કામ પુર્ણ થતાં હસમુખભાઈએ તપાસ કરી હતી. અને ફ્લેટ રમેશ ચિટરના માલિકનો ન હોવાનું જણાયું હતું. જેથી હસમુખભાઈએ રમેશ ચિટર પાસેથી રૂપિયા પરત કરવાનું કહ્યું હતું. ત્યારે રમેશે પૈસા પરત કરવાના થતા નથી અને અહીં આવવું નહીં તેમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. આ ચિટર અનેક વ્યક્તિને ટોપી સુંઘાડી દેતો હોવાનું જાણવાં મળ્યું છે. ત્યારે આ અંગે હડમતિયાના હસમુખભાઈએ આ ચિટર સામે છેતરપીંડી કરી 4.10 લાખ પડાવ્યા હોવાની ટંકારા પોલીસ સબ ઇન્સપેક્ટરને લેખિત રજુઆત કરી છે.