હળવદમાં કન્યા છાત્રાલયની બાજુમાં આવેલ વિશ્વાપાર્કના બંધ મકાનમાં ઘોડીપાસા જુગારની ક્લબ ચાલતી હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે રેઈડ કરીને નસીબ અજમાવતા 8 શકુનીઓને રૂ. 1.53 લાખના મુદામાલ સાથે દબોચી લીધા હતા.
હળવદ પોલીસને બાતમીને મળી હતી કે હળવદ કન્યા છાત્રાલયની બાજુમાં આવેલ વિશ્વાપાર્કમાં આરોપી હસમુખ ખીમજીભાઈ ચાવડા પોતાના કબ્જા ભોગવટાના મકાનમાં ઘોડીપાસાનો જુગાર રમાડી રહ્યો છે જે બાતમીને આધારે પોલીસે દરોડો પાડીને હસમુખ ખીમજીભાઇ ચાવડા, શામજી ઉર્ફે ભીખો ભાવજીભાઈ ફીછળીયા, મુસ્તુફા સબીરભાઈ નોકર, અલ્પેશભાઈ ઉર્ફે અપ્પુભાઈ વજાભાઇ ભરવાડ, વિકિન ઉર્ફે વિકી જશુભાઈ શાહ, રણછોડ મેહુલભાઈ મુંધવા, મેહુલ રમણીકભાઈ ગોઠી અને નીલેશ રમણીકભાઈ ગોઠીને રોકડા રૂપિયા 1,27,730 સાથે ઝડપી પાડીને 4 મોબાઈલ ફોન (કિં.રૂ. 25,500) સહિત કુલ રૂપિયા 1,53,230 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને આઠેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.