Saturday, May 3, 2025

8 માર્ચ વિશ્વ મહિલા દિવસ: મોરબીમાં કાકા બાપાના પરિવારમાં 38 વર્ષે માનતાથી પુત્રીનો જન્મ થયો, પુત્રીના જન્મ માટે પિતાએ રાખી હતી માનતા..!!

Advertisement
Advertisement
Advertisement

8 માર્ચ વિશ્વ મહિલા દિવસ: મોરબીમાં કાકા બાપાના પરિવારમાં 38 વર્ષે માનવતાથી પુત્રીનો જન્મ થયો, પુત્રીના જન્મ માટે પિતાએ રાખી હતી માનતા..!!

મોરબી: ભારત દેશમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. સમય બદલાતા લોકોના વિચાર બદલાયા છે. પરંતુ દીકરીઓના મામલે હજી પણ લોકોના વિચાર બદલાયા નથી. દીકરીની સંખ્યામાં દિવસેને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે બેટી બચાવો માટેના અભિયાનને તેજ બનાવવા માટે દેશના વડાપ્રધાન દ્વારા એક ઝુંબેશ ઉપાડવામાં આવી હતી. એક મોરબીના એક પરિવારના આંગણે ૩૮ વર્ષ દિકરીનો જન્મ થતાં ખુશીનો પાર રહ્યો હતો.

મોરબી તાલુકાના ખાખરાળા ગામના વતની અને હાલ મોરબીના વાવડી ગામે રહેતા દિલીપભાઈ કુંવરજીભાઈ વડાવિયાએ પોતાના ઘરે પુત્રીના વધામણા થાય તે દાઢી વધારી રામામંડળ રમાડવાની માનતા માની હતી. ત્યારે દિલીપભાઈના ઘરે પુત્રીનો જન્મ થતાં ખુશીનો પાર રહ્યો નહોતો. અને માનતા પુરી કરવા આગામી તા.૦૯/૦૪/૨૦૨૨ના રોજ વાવડી ગામે બસ સ્ટેન્ડ પાસે શ્રી પીઠડાઈ ગૌ સેવા રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. દિલીપભાઈના કાકા અને બાપાના પરિવારમાં ૩૮ વર્ષે દીકરીનો જન્મ થતા તેની માનતા પુર્ણ થય હતી. એક બાજુ દિકરીનું પ્રમાણ ઘટી રહ્યું છે. ત્યારે બીજી બાજુ દિકરીના જન્મ માટે માનતા રાખતા દિલીપભાઈની લોકો પ્રશંસા કરી રહ્યા છે.

Related Articles

Total Website visit

1,502,724

TRENDING NOW