મોરબી : મોરબી જીલ્લા બ્રહ્મસમાજ મહિલા મંડળ દ્વારા આગામી 29 તારીખે બ્રહ્મસમાજ પરિવાર માટે પરશુરામધામ, નવલખી રોડ ખાતે સમુહ રાંદલનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ દ્વારા સમૂહ રાંદલ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાંદલ ઉત્સવમાં આચાર્યસ્થાને શાસ્ત્રી જીતેન્દ્રભાઈ ભટ્ટ (પીઠળવાળા) બિરાજશે. મોરબીના નવલખી રોડ પર આવેલ પરશુરામ ધામ ખાતે આગામી તા. 29 મે ને રવિવારે બપોરે 12 કલાકે મહાપ્રસાદ, પૂજા આરંભ બપોરે 7-30 કલાકે, ગોરણી પગ ધોવાનો સમય સવારે 11 કલાકે અને રાંદલમાના ગરબા બપોરે 2-30 કલાકે યોજાશે જેથી આ સમુહ રાંદલ ઉત્સવમાં દર્શનનો લાભ લેવા તથા ભોજન પ્રસાદમાં આવવા માટે બ્રહ્મસમાજ મહિલા મંડળના પ્રમુખ કિરણબેન ઠાકરે આમંત્રણ પાઠવ્યું છે.