કચ્છ : માંડવી તાલુકાના નાના એવા વિંગડિયા ગામના યુવાન જયવીર ગઢવીએ GPSCમાં સમગ્ર રાજ્યમાં ટોપ કર્યા બાદ હવે UPSC ની સિવિલ સર્વિસ પરીક્ષા પણ પાસ કરી છે.
તાજેતરમાં જ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) નું ફાઈનલ રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં કચ્છના માંડવી તાલુકાના નાના એવા વિંગડિયા ગામના યુવાન જયવીર ગઢવીએ GPSC માં સમગ્ર રાજ્યમાં ટોપ કર્યા બાદ હવે UPSC ની સિવિલ સર્વિસ પરીક્ષા પણ પાસ કરી છે. જયવીરે 25 વર્ષની ઉંમરે 341 મો ઈન્ડિયા રેન્ક મેળવ્યો છે.

હાલમાં જયવીર ગઢવી વડોદરા જિલ્લામાં ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવે છે. તેઓએ ધોરણ 1 થી 5 સુધીનો અભ્યાસ પોતાના ગામની જ પ્રાથમિક શાળામાંથી કર્યા પછી તેમણે ધોરણ 6થી 10 નો અભ્યાસ કચ્છની નવોદય વિદ્યાલયમાં કર્યો હતો. તેમણે ધોરણ 111 અને 12 સાયન્સનો અભ્યાસ રાજકોટમાં કર્યો હતો જેમાં બહું સારા ગુણ આવવાથી તેમને સુરતની NIT માં એડમિશન લીધું અને એનઆઈટીમાંથી તેમણે મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી.
મળતી માહિતી પ્રમાણે, NITમાં અભ્યાસ દરમિયાન જયવીરનું અમેરિકાની એક કંપનીમાં પ્લેસમેન્ટ થઈ ગયું હતું. આ કંપનીમાં તેમણે જયપુર ખાતે 10 મહિના સુધી જ જોબ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, કોરોનાની પહેલી અને બીજી લહેર વખતે લોકો નવી દિલ્હી છોડીને ભાગી રહ્યા હતા ત્યારે પણ જયવીર તેના રૂમમાં પૂરાઈ રહ્યા અને માત્ર કોચિંગ અને વાંચન પર ધ્યાન આપ્યું હતુ જેના કારણે તેઓ આ પદ સુધી પહોંચી શક્યા છે.