24 કલાકમાં 52 થી વધુ મોડીફાઇડ બુલેટ ડીટેઇન કરતી મોરબી પોલીસ
મોરબી પોલીસ શહેરના જુદા જુદા વિસ્તારમાં જુદી જુદી ટીમો બનાવી 28/06/2022 રાત્રીના 9 વાગ્યા થી 29/06/2022 રાત્રીના 8 વાગ્યા સુધી સ્પેશિયલ ડ્રાઇવ રાખી હોય જેમાં મોડીફાઇડ બુલેટ ચલાવતા વાહનચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ 24 કલાકની સ્પેશિયલ ડ્રાઈવમાં મોરબી એ ડિવિઝન પોલીસ , મોરબી બી ડિવિઝન પોલીસ , ટ્રાફિક શાખા , તેમજ એસ.ઓ.જી શાખા એ સાથે મળીને શહેરમાં ફરતાં મોડીફાઇડ બુલેટ સાયલેન્સર માંથી ભયાનક વિસ્ફોટક આવાજ કરી ન્યુસન્સ ફેલાવતા ૫૧ બુલેટ ચાલકો સામે MV એક્ટ હેઠળ બાઈક ડિટેઈન કરવામાં આવ્યા છે