મોરબી: મોરબી માળિયા હાઈવે રોડ પર બહાદુરગઢ ગામ નજીક બાઈક પર ૧૭ બોટલ ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડાયો. આરોપી નાશી છુટતા મોરબી તાલુકા પોલીસે અજાણ્યા ઈસમોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલીંગ માં હોય તે દરમ્યાન રેઇડ કરતાં મોરબી માળિયા હાઈવે રોડ પર આવેલ બહાદુર ગઢ ગામના પાટીયા નજીક અજાણ્યો શખ્સ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ નં-GJ-36-q-1102 (કીં.રૂ.૧૫૦૦) નો ચાલક ગેરકાયદેસર રીતે ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૭ (કીં.રૂ્.૫૧૦૦) વેચાણ કરવાના ઈરાદાથી રાખી બાઈક ઉપર હેરાફેરી કરતા કીં.રૂ.૨૦,૧૦૦નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. આરોપી બાઈક ચાલક નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.