ટંકારા: ટંકારા: દાદીમાંના અવસાન બાદ ગુમસુમ રહેતા હડમતીયાના યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે ટંકારા પોલીસ મથકે નોંધ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના હડમતીયા ગામે રહેતા વિજય જનકભાઈ સોલંકી બારોટ (ઉ.વ.૨૬) નામના યુવાને ગઇકાલે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ મામલે તપાસ ચાલવતા આઈ.ટી.જામ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર મૃતક પોતાના બા (દાદી) સાથે રહેતો હોય અને એકાદ માસ પૂર્વે બા ગુજરી ગયા હોય જેથી પોતે એકલો ગુમસુમ રહેતો હતો. અને આવેશમાં આવી અંતિમ પગલું ભરી લીધું હોય તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. ટંકારા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.