Saturday, June 20, 2026

14 ફેબ્રુઆરી, “વસંત પંચમી”નાં દિવસે ‘જીવ – જંતુ કલ્યાણ દિવસ’ ઉજવવા વિદ્યાર્થીઓને શ્રીજી ગૌશાળાની વિઝીટ કરાવવા શાળા – કોલેજોને જાહેર આમંત્રણ

Advertisement
Advertisement
Advertisement

14 ફેબ્રુઆરી, “વસંત પંચમી”નાં દિવસે ‘જીવ – જંતુ કલ્યાણ દિવસ’ ઉજવવા વિદ્યાર્થીઓને શ્રીજી ગૌશાળાની વિઝીટ કરાવવા શાળા – કોલેજોને જાહેર આમંત્રણ

ભારત સરકારનાં એનિમલ વેલ્ફેર બોર્ડ દ્વારા પણ દ્વારા “વસંત પંચમી”નાં દિવસે ‘જીવ – જંતુ કલ્યાણ દિવસ’ ઉજવવા સૌ જીવદયા પ્રેમીઓને અનુરોધ કરવામાં આવ્યો છે. એ નિમિત્તે 14 ફેબ્રુઆરી, “વસંત પંચમી”નાં દિવસે વિદ્યાર્થીઓને શ્રીજી ગૌશાળાની વિઝીટ કરાવવા શાળા – કોલેજોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

રાજકોટમાં છેલ્લા ૨૫ ‘વર્ષથી શ્રીજી ગૌશાળા’ ચલાવવામાં આવે છે. ગૌશાળાનાં સ્વાવલંબન માટે ગોબર, ગૌમૂત્ર અને પંચગવ્ય દ્વારા ૬૩ થી વધુ ગૌ પ્રોડકટસ બનાવવામાં આવે છે. ગૌમાતાના ગોબર અને ગૌમૂત્રમાંથી દવા બનાવીને કેન્સર, કિડની, માઇગ્રેન જેવી ગંભીર બીમારીઓ સાથે ૧૪૮ પ્રકારના અન્ય રોગો પર પણ લોકોને ફ્રી દવા આપવામાં આવે છે જેમાં અત્યાર સુધીમાં ૭ લાખથી વધુ દર્દીઓને લાભ લીધો છે. સ્કૂલના બાળકોને ગૌશાળાએ બોલાવીને તેમને ગાયો વિશે અવારનવાર પ્રશિક્ષણ આપવામાં આવે છે.

ગૌમાતાનું માત્ર ધાર્મિક રીતે નહિ પંરતુ વૈજ્ઞાનિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ઔષધિય મહત્વ પણ આપણે સૌ એ સમજવું જોઈએ ત્યારે આવો આગામી તા. 14 ને બુધવારે વસંત પંચમીનાં દિવસે રાજકોટ, જામનગર હાઈવે, ન્યારા પાસે આવેલી શ્રીજી ગૌશાળાની મુલાકાત લઈને વિવિધ પરિમાણોથી ગૌ મહિમા સમજતા ગાય પ્રતિ કરુણા સાથે એના કલ્યાણ માટે પ્રવૃત્ત થઈને એનીમલ વેલ્ફેર બોર્ડ દ્વારા ઘોષિત વસંત પંચમી ‘જીવ જંતુ કલ્યાણ દિવસ’ ને સફળ બનાવીએ.

Related Articles

Total Website visit

1,608,790

TRENDING NOW